કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૧. દિલ તમોને...
Revision as of 16:35, 16 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧. દિલ તમોને...|મનહર મોદી}} <poem> દિલ તમોને આપતાં આપી દીધું, પામત...")
૧. દિલ તમોને...
મનહર મોદી
દિલ તમોને આપતાં આપી દીધું,
પામતાં પાછું અમે માપી લીધું;
માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં
ચોતરફથી કેટલું કાપી લીધું!
(આકૃતિ, ૧૯૬૩, પૃ. ૪)