ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જેઠો-૫

From Ekatra Wiki
Revision as of 12:19, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જેઠો-૫'''</span> [               ]: કુતિયાણા (સૌરાષ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


જેઠો-૫ [               ]: કુતિયાણા (સૌરાષ્ટ્ર)ના રહીશ. જ્ઞાતિએ ભરવાડ. કોમ-ધર્મના ભેદભાવથી પર આ કવિ કોઢથી પીડાતા હશે તે મટાડવા ગિરનારમાં દાતારને ડુંગરે પીર જમિયલને શરણે ગયા હશે - એવી માન્યતા છે. ‘જેઠીરામ’ને નામે પણ ભૂલથી ઉલ્લેખાયેલા આ કવિ ‘જેઠો રામનો’ તરીકે ઓળખાવે છે તેથી રામભક્ત હોવા સંભવ છે. તેમણે દાતારનો, ગિરનારના મેળાનો અને પરકમ્માનો મહિમા ગાતા, ઉપદેશાત્મક તથા રામાયણ વિષયક છકડિયા દુહાઓ (મુ.) રચ્યા છે. કૃતિ : ૧. કાઠિયાવાડી સાહિત્ય : ૧ અને ૨, સં. ક્હાનજી ધર્મસિંહ, ઈ.૧૯૨૩ (+સં.); ૨. પરકમ્મા; ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૪૬. (+સં.).[શ્ર.ત્રિ.]