ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધનહર્ષ
Revision as of 07:18, 18 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધનહર્ષ'''</span> : આ નામે ૨૩ કડીની ‘સતી સીતાની સઝા...")
ધનહર્ષ : આ નામે ૨૩ કડીની ‘સતી સીતાની સઝાય’ (મુ.), ૧૩ કડીની ‘સીતા-સઝાય’, ૨૦ કડીની ‘સીતાસતીમોચનવિષયે રાવણ મંદોદરી-હિતવાક્ય-સઝાય’, ૭૭ કડીનું ‘મહાવીર જિન-સ્તવન’, ૧૧ કડીની ‘સર્વાર્થસિદ્ધવિમાનની સઝાય’(મુ.), ૭ કડીની ‘વિજયદેવસૂરી-સઝાય’ તથા અન્ય સઝાયો અને તીર્થંકર-સ્તવનો મળે છે, તેના કર્તા ધનહર્ષ-૧ હોવાનો સંભવ છે. પણ તે નિશ્ચિત થતું નથી. કૃતિ : જિસ્તકાસંદોહ : ૧. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાનસૂચિ : ૧. [વ.દ.]