ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધનહર્ષ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ધનહર્ષ : આ નામે ૨૩ કડીની ‘સતી સીતાની સઝાય’ (મુ.), ૧૩ કડીની ‘સીતા-સઝાય’, ૨૦ કડીની ‘સીતાસતીમોચનવિષયે રાવણ મંદોદરી-હિતવાક્ય-સઝાય’, ૭૭ કડીનું ‘મહાવીર જિન-સ્તવન’, ૧૧ કડીની ‘સર્વાર્થસિદ્ધવિમાનની સઝાય’(મુ.), ૭ કડીની ‘વિજયદેવસૂરી-સઝાય’ તથા અન્ય સઝાયો અને તીર્થંકર-સ્તવનો મળે છે, તેના કર્તા ધનહર્ષ-૧ હોવાનો સંભવ છે. પણ તે નિશ્ચિત થતું નથી. કૃતિ : જિસ્તકાસંદોહ : ૧. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાનસૂચિ : ૧. [વ.દ.]