ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રેમ સાહેબ-૩

Revision as of 05:59, 1 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પ્રેમ(સાહેબ)-૩'''</span> [જ.ઈ.૧૭૯૨/સં. ૧૮૪૮, પોષ વદ ૨-અવ. ઈ.૧૮૬૩] : સૌરાષ્ટ્રમાં આવેલા કોટડા-સાંગાણી ગામના વતની. પિતા પદમાજી મિસ્ત્રી, માતા સુંદરબાઈ.જ્ઞાતિએ કડિયા. તેઓ જી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પ્રેમ(સાહેબ)-૩ [જ.ઈ.૧૭૯૨/સં. ૧૮૪૮, પોષ વદ ૨-અવ. ઈ.૧૮૬૩] : સૌરાષ્ટ્રમાં આવેલા કોટડા-સાંગાણી ગામના વતની. પિતા પદમાજી મિસ્ત્રી, માતા સુંદરબાઈ.જ્ઞાતિએ કડિયા. તેઓ જીવણસાહેબના શિષ્ય હતા અને જ્ઞાતિભેદમાં માનતા ન હતા. તેઓ બહોળો શિષ્યવર્ગ ધરાવતા હતા. પ્રેમસાહેબે ભજન-પદ (૧૫ મુ.)ની રચના કરી છે. તેમનાં પદોમાં ક્યાંક હિંદીની છાંટ વર્તાય છે. કૃતિ : ૧. અભમાલા; ૨. ભાણલીલામૃત; સં. પ્રેમવંશ પુરુષોત્તમદાસ માધવસાહેબ, ઈ.૧૯૬૫; ૩. યોગવેદાન્ત ભજન ભંડાર, સં. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (ચોથી આ.)[કી.જો.]