ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માનચંદ્ર-૧
Revision as of 15:50, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માનચંદ્ર-૧'''</span> [ઈ.૧૫૭૦માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. ૮ કડીની ‘પાર્શ્વચંદ્ર-સઝાય’ના કર્તા. સમરચંદ્ર પછી પાટે આવેલા રાયચંદ્રના આચાર્ય પદપ્રાપ્તિના મ...")
માનચંદ્ર-૧ [ઈ.૧૫૭૦માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. ૮ કડીની ‘પાર્શ્વચંદ્ર-સઝાય’ના કર્તા.
સમરચંદ્ર પછી પાટે આવેલા રાયચંદ્રના આચાર્ય પદપ્રાપ્તિના મહોત્સવ (ઈ.૧૫૭૦/સં.૧૬૨૬, વૈશાખ સુદ ૯)માં આ માનચંદ્ર ઉપસ્થિત હતા તેવું જયચંદ્રગણિકૃત ‘રસરત્ન-રાસ’ પરથી સમજાય છે.
સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૧; ૨. શ્રી પાર્શ્વચંદ્રગચ્છ ટૂંક રૂપરેખા; પ્ર. જૈન હઠીસીંગ સારસ્વતીસભા, સં. ૧૯૯૭; ૩. જૈગૂકવિઓ : ૨. [ર.ર.દ.]
માનદાસ [ ] : પદોના કર્તા. સંદર્ભ : ફૉહનામાવલિ.[શ્ર.ત્રિ.]