સુન્દરમ્ની શ્રેષ્ઠ વાર્તાઓ/સુન્દરમ્ : જીવનક્રમિકા
Revision as of 07:34, 13 September 2022 by MeghaBhavsar (talk | contribs)
સુન્દરમ્ : જીવનક્રમિકા
૧૯૦૮ : | ૨૨મી માર્ચ જન્મ, ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયાં-માતર ગામે. જન્મનામ : ત્રિભુવનદાસ. પિતાનું નામ : પુરુષોત્તમદાસ લુહાર. માતાનું નામ ઊજમબહેન. |
૧૯૧૭ : | લગ્ન મંગળાબહેન સાથે. અભ્યાસ: મિયાં–માતરમાં ગુજરાતી સાત ધોરણ સુધી. આમોદની શાળામાં અંગ્રેજી પાંચ ધોરણ સુધી, ભરૂચમાં છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં એક વર્ષ. |
૧૯૨૫–૨૭ : | ભરૂચમાંથી ‘વિનીત’ થઈ, અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠમાં. ત્યાંના માસિક ‘સાબરમતી'માંના ઉત્તમ લેખ માટે તારાગૌરી ચંદ્રક |
૧૯૨૬ : | ‘સાબરમતી'માં ‘મરીચિ' ઉપનામથી ‘એકાંશ દે' – એ પ્રથમ કાવ્યની પ્રસિદ્ધિ. |
૧૯૨૮-૨૯ : | ‘સાબરમતીમાં ‘બારડોલીને– એ કાવ્ય ‘સુન્દરમ્'ના નામથી પ્રસિદ્ધ સાબરમતી'ના તંત્રી. |
૧૯૨૯ | સંસ્કૃત-અંગ્રેજી સાથે બીજા વર્ગમાં ‘ભાષાવિશારદ'. સોનગઢ ગુરુકુળમાં અધ્યાપક. |
૧૯૩૦ | ઉમાશંકર સાથે મૈત્રી. ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડાયા. એમની કાવ્યદીક્ષા જેવું કાવ્ય ‘બુદ્ધનાં ચક્ષુ'નું સર્જન. |
૧૯૩૩ | પ્રથમ કાવ્યસંગ્રહ ‘કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો'નું પ્રકાશન. બીજા કાવ્યસંગ્રહ 'કાવ્યમંગલા'નું પ્રકાશન |
૧૯૩૪ | જ્યોતિ સંઘમાં શિક્ષક. ‘કાવ્યમંગલા' માટે રણજિતરામ સુવર્ણચંદ્ર વર્ષના અંતભાગમાં દક્ષિણ ભારતની યાત્રા. |
૧૯૩૭ | ૩ એપ્રિલ, પુત્રી સુધાનો જન્મ. |
૧૯૩૮ | ‘ત્રિશૂળ' ઉપનામથી પ્રસિદ્ધ થયેલી વાર્તાઓનો પ્રથમ સંગ્રહ હીરાકણી અને બીજી વાતો'નું પ્રકાશન. |
૧૯૩૯ | કાવ્યસંગ્રહ ‘રંગ રંગ વાદળિયાં' (બાળકાવ્યો)નું પ્રકાશન. બીજા વાર્તાસંગ્રહ ખોલી અને નાગરિકા અને ચોથા કાવ્યસંગ્રહ 'વસુધા'નું પ્રકાશન. |
૧૯૪૦ | ત્રીજા વાર્તાસંગ્રહ ‘પિયાસી'નું પ્રકાશન. પોંડિચેરીમાં શ્રી અરવિંદ દર્શન બોધાયનકૃત ‘ભગવદજજુકીયમ્'નો અનુવાદ પ્રકાશિત. |
૧૯૪૧ | ‘દક્ષિણાયન’ પ્રવાસગ્રંથનું પ્રકાશન. |
૧૯૪૩ | પોંડિચેરીમાં શ્રીઅરવિંદ દર્શન (બીજી વાર) |
૧૯૪૪ | શુદ્રકકૃત ‘મૃચ્છકટિકમ’ના અનુવાદનું પ્રકાર... |
૧૯૪૫ | ચોથા વાર્તાસંગ્રહ ‘ઉન્નયન'નું પ્રકાશન. ‘ખોલકી અને નાગરિકામાં નવી પાંચ વાર્તાઓ સાથે સંવર્ધિત આવૃત્તિ રૂપે પ્રકાશન. બુધસભા, મિજલસ, પ્રગતિશીલ સાહિત્ય મંડળ, લેખક મિલન જેવી સંસ્થાઓના સંસ્થાપન – સંચાલનમાં સહાય,
શ્રીઅરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં સપરિવાર નિવાસ. |
૧૯૪૬ | પ્રથમ વિવેચનગ્રંથ ‘અર્વાચીન કવિતાનું પ્રકાશન.
અર્વાચીન કવિતાને મહીડા પારિતોષિક. |
૧૯૪૭ | ૧૫મી ઓગસ્ટથી શરૂ થયેલ સૈમાસિક ‘દક્ષિણા'ના તંત્રી. |
૧૯૫૦ | ‘શ્રીઅરવિંદ મહાયોગી’(જીવનચરિત્રોનું પ્રકાશન. |
૧૯૫૧ | પાંચમા કાવ્યસંગ્રહ ‘યાત્રા'નું પ્રકાશન. |
૧૯૪૮-૧૯૫૨ | આ ગાળાનો નર્મદ સુવર્ણચંદ્રક યાત્રાને. |
૧૯૫૪ | ચિદમ્બરમ્ ખાતે પી.ઈ.એન. યોજિત ત્રીજી અખિલ ભારતીય લેખક પરિષદમાં ભાગ લીધો. |
૧૯પ૯ | ગુજરાતી સાહિત્ય પરિષદના અમદાવાદ ખાતેના વીસમા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ. |
૧૯૬૧ | જર્મન નાટ્યકાર, અનસ્ટ ટોલરના ‘ટ્રાન્સફિયુરેશન’ના ‘કાયાપલટ’ નામના અનુવાદનું પ્રકાશન. |
૧૯૬૫ | ટોલરના ‘માસિઝ ઍન્ડ મૅન' નાટકના ‘જનતા અને જન' નામના અનુવાદનું પ્રકાશન. બીજા વિવેચનગ્રંથ ‘અવલોકના'નું પ્રકાશન. |
૧૯૬૭ | ‘ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા’માં મુંબઈ યુનિ.માં વ્યાખ્યાનો. |
૧૯૬૮ | ‘ચિદંબરા’ લેખસંગ્રહનું પ્રકાશન. |
૧૯૬૯ | ‘અવલોકનાન માટે સાહિત્ય અકાદમી – દિલ્હીનું પારિતોષિક. બીજી સપ્ટેમ્બરે મંગળાબહેનનું અવસાન. ડિસેમ્બરમાં જૂનાગઢ ખાતે યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના પચીસમા અધિવેશનના પ્રમુખ. ‘તપોવન' ગ્રંથનો અર્પણ-સમારંભ. |
૧૯૭૪ | શ્રીઅરવિંદ તત્ત્વજ્ઞાન વ્યાખ્યાનમાળા, વલ્લભવિદ્યાનગર, ઝામ્બિયા(આફ્રિકા)માં શ્રી અરવિંદ શિબિર.
‘ઐસી હૈ જિન્દગી'(અનુવાદ)નું પ્રકાશન. |
૧૯૭૭ | ‘તારિણી’ અને ‘પાવકના પંથે વાર્તાસંગ્રહોનું પ્રકાશન. વાસંતી પૂર્ણિમા નાટ્યસંગ્રહનું પ્રકાશન. |
૧૯૭૮ | ‘સાહિત્ય ચિંતન (સાહિત્યલેખો), ‘સમર્ચના’ (ચારિત્ર્યપ્રધાન લેખો).
સા વિધા' (તત્ત્વચિંતનના લેખો)નું પ્રકાશન. |
૧૯૭૯ | દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સૂરતમાં શ્રી અરવિંદ વિશે પાંચ વ્યાખ્યાનો. |
૧૯૮૩ | પુરી નગરનું માતર પાસે વાત્રક-તટે ખાતમુહૂર્ત ૧૧-૧૧-૧૯૮૩. |
૧૯૮૪ | અમૃત મહોત્સવની ઉજવણી અંબાજી તથા મિયાં-માતરમાં. |
૧૯૮૫ | ‘પદ્મભૂષણ' ઍવૉર્ડ એનાયત (૧૬-૩-૧૯૮૫). |
૧૯૮૭ | દિલ્હી સાહિત્ય અકાદમીના કાર્યમંડળમાં નિયુક્તિ. પૅરિસમાં શ્રી અરવિંદ શિબિર લંડનમાં શ્રી અરવિંદ હાઉસનું નિર્માણ (૨૩-૯-૧૯૮૭). |
૧૯૮૯ | લંડનમાં શ્રી અરવિંદ હાઉસમાં શ્રીમાતાજી તથા શ્રી અરવિંદની છબીઓનું અનાવરણ.
સુન્દરમ્ની પ્રતિનિધિ વાર્તાઓ (સં. રમણલાલ જોશી) |
૧૯૯૦ | ગુજરાત સરકાર તરફથી ‘શ્રી નરસિંહ મહેતા પુરસ્કાર’
(૨૫-૧-૧૯૯૦). ‘વરદા' કાવ્યસંગ્રહનું પ્રકાશન. |
૧૯૯૧ | દેહોત્સર્ગ (૧૩-૧-૧૯૯૧). ‘મુદિતા’ કાવ્યસંગ્રહનું પ્રકાશન. |
૧૯૯૨ | ‘ઉત્કંઠા’ કાવ્યસંગ્રહનું પ્રકાશન |
૧૯૯૩ | ‘અનાગતા’ કાવ્યસંગ્રહનું પ્રકાશન. |
૧૯૯૫ | ‘લોકલીલા' (આખ્યાનકાવ્ય), ‘ઈશ’ (કાવ્યસંગ્રહ), સાવિત્રીન, કાવ્યખંડો'(કાવ્યાનુવાદ), ‘પલ્લવિતા’ (કાવ્યસંગ્રહ) અને ‘મહાનદી (કાવ્યસંગ્રહ)નું પ્રકાશન. |
૧૯૯૭ | ‘પ્રભુપદ’, ‘અગમ નિગમ' અને ‘પ્રિયંકા' કાવ્યસંગ્રહોનું તેમ જ નિત્યનો (કાવ્યગ્રંથ)નું પ્રકાશન. |
૧૯૯૮ | ‘નયા પૈસા’ તેમ જ ‘વરદા' કાવ્યસંગ્રહોનું પ્રકાશન. (‘વરદા'ની બીજી આવૃત્તિમાં ‘વરદા', ‘મુદિતા', ‘ઉત્કંઠા અને ‘અનાગતા સમાવિષ્ટ છે.) |
૧૯૯૯ | ‘ચક્રદૂત’ કાવ્યસંગ્રહનું પ્રકાશન. |
૨૦૦૦ | ‘લોકલીલા’ કાવ્યસંગ્રહનું પ્રકાશન. |
૨૦૦૨ | ‘દક્ષિણા-૧’ તથા ‘દક્ષિણા-૨'નું પ્રકાશન.
ચૂંટેલી કવિતા: સુન્દરમ્’ (ચયનકાર ચંદ્રકાન્ત શેઠ) ચંદ્રકાન્ત શેઠ સંપાદિત ‘સુન્દરમ્ની શ્રેષ્ઠ વાર્તાઓ'નું પ્રકાશન, |
૨૦૦૩ | ‘મનની મર્મર', ‘ધ્રુવયાત્રા’ |
૨૦૦૪ | સુન્દરમ્-સુધા (સં. સુરેશ દલાલ) |