વસુધા/ભવભવને ઘાટે
Revision as of 10:32, 14 September 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ભવભવને ઘાટે|}} <poem> એક અનંત ઉચાટે :: વિચરું ભવભવને ઘાટે. ક્ષિતિજકિનારે પાંખ પછાડું, દિગન્તને ઉંબર ડગ માંડું, સૂર્ય તણી પરકમ્મા કોટિ :: આદરું તુજ માટે. વિચરુંo જીવનનાં ભાથાં લઈ બાં...")
ભવભવને ઘાટે
એક અનંત ઉચાટે
વિચરું ભવભવને ઘાટે.
ક્ષિતિજકિનારે પાંખ પછાડું,
દિગન્તને ઉંબર ડગ માંડું,
સૂર્ય તણી પરકમ્મા કોટિ
આદરું તુજ માટે. વિચરુંo
જીવનનાં ભાથાં લઈ બાંધી,
મૃત્યુ તણું વનવગડા વીંધી,
કાળકિનારે ભટકું હરદમ
તવ દર્શન તલસાટે. વિચરુંo