ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સોમપ્રભ
Revision as of 07:50, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સોમપ્રભ'''</span> : આ નામે ૨૯ કડીની ‘શત્રુંજય-ચૈત્યપરિપાટી’ અને સોમપ્રભાચાર્યને નામે ‘આદિનાથ-ફાગ’ (ર.ઈ.૧૬૩૪) તથા સોમપ્રભસૂરિને નામે ‘ઔકિતક’ (લે.સં.૨૦મી સદી ચાલુ) મળ...")
સોમપ્રભ : આ નામે ૨૯ કડીની ‘શત્રુંજય-ચૈત્યપરિપાટી’ અને સોમપ્રભાચાર્યને નામે ‘આદિનાથ-ફાગ’ (ર.ઈ.૧૬૩૪) તથા સોમપ્રભસૂરિને નામે ‘ઔકિતક’ (લે.સં.૨૦મી સદી ચાલુ) મળે છે. આ કૃતિઓના કર્તા કયા સોમપ્રભ છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૧; ૩. ગુસાપઅહેવાલ : ૫-‘પાટણના ભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી સાહિત્ય’, ચિમનલાલ ડાહ્યાભાઈ; ૪. પાંગુહસ્તલેખો; ૫. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન ભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા; હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]