ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સૌભાગ્યવિજ્ય-૩
Revision as of 07:56, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સૌભાગ્યવિજ્ય-'''</span>૩ [અવ. ઈ.૧૭૦૬/સં.૧૭૬૨, કારતક વદ ૭] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં લાલવિજ્યના શિષ્ય. પિતા નરપાલ. માતા ઇન્દ્રાણી. ઈ.૧૬૬૩માં લાલવિજ...")
સૌભાગ્યવિજ્ય-૩ [અવ. ઈ.૧૭૦૬/સં.૧૭૬૨, કારતક વદ ૭] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં લાલવિજ્યના શિષ્ય. પિતા નરપાલ. માતા ઇન્દ્રાણી. ઈ.૧૬૬૩માં લાલવિજ્ય પાસે દીક્ષા. અવસાન ઔરંગાબાદમાં. ૧૪ ઢાળ અને ૩૦૭ કડીનું ‘તીર્થમાળા-સ્તવન’ (ર.ઈ.૧૬૯૪; મુ.), ‘દશવૈકાલિસૂત્રની સઝાય’, ‘વિજ્યસેનસૂરિ-સઝાય’ તથા ‘સમ્યકત્વ ૬૭ બોલ-સ્તવન’ એ કૃતિઓના કર્તા. કૃતિ : પ્રાતીસંગ્રહ : ૧. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૩૭-‘દો ઐતિહાસિક રાસોંકા સાર’, અગરચંદ નાહટા; ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૩. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]