સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/નાની નાની વાતો
નાનીનાનીવાતોમાંપોતાનીવાતનોઆગ્રહનરાખવો. હા, જ્યાંન્યાયકેસત્યનીવિરુદ્ધકાંઈથતુંહોયતોતેનોજરૂરવિરોધકરવો. બાકી, સામાન્યવાતોમાંઆપણોઆગ્રહનરાખવો. જેમાણસવારંવારપૈસાખર્ચ્યાકરેછે, તેનીબધીપૂંજીઝટખલાસથઈજાયછે. તોઆગ્રહશકિતપણમાણસનીપૂંજીછે, તેનેનાનીનાનીબાબતોમાંખરચીનાખવાનીનથી. તેનેતોમોટાકામમાટે, ક્યારેકસત્યનોઆગ્રહકરવોપડે, સત્યાગ્રહકરવોપડે, તેમાટેસાચવીરાખવાનીછે. એટલેસામાજિકકામકરનારાઓએપોતાનામતમાટેનિરાગ્રહનીવૃત્તિખાસકેળવવીજોઈએ. આનીસાથોસાથઆપણીસંસ્થાઓનાંકામસર્વસંમતિથીચાલે, એવીયેઆપણીકોશિશરહે. સમૂહભેળોથાયત્યારેઆખાસમૂહનોએકજવિચારહોય, એવુંબનવાનુંનહીં. બધાનાવિચારોતોભિન્નભિન્નરહેશે. પરંતુતેમાંથીમાર્ગકાઢવોઅનેસર્વસંમતિથીનિર્ણયકરવો, એલોકશાહીમાટેજરૂરીછે. ક્યારેકબહુમોટામતભેદઊભાથાયત્યારેપણકોઈલવાદપાસેમૂકીનેતેનોફેંસલોકરવાનીપ્રથારાખવીજોઈએ. એકએવીમાન્યતારૂઢથઈગઈછેકેઆપણેપોતાનેમાટેપરિગ્રહનકરીએ, પણસંસ્થામાટેકરીશકીએ. આવોવિચાર-દોષઘણીબાબતમાંજોવામળેછે. જેમકેએકવ્યકિતમાટેહિંસાકરવીઉચિતનથીએમસહુમાનશે, પરંતુસમાજમાટેનેરાષ્ટ્રમાટેહિંસાકરવામાંપાપનહીંમાને. એવીરીતેસંસ્થામાટેપરિગ્રહકરવામાંવાંધોનથી, એમમોટેભાગેમનાતુંઆવ્યુંછે. એકદાખલોલઈએ. હુંજોતોકેચરખાસંઘનાપૈસાબૅન્કમાંપડ્યારહેતા, જેનુંવ્યાજતેનેમળતું. હવે, વિચારકરીએકેઆવ્યાજક્યાંથીમળેછે? આપણામૂકેલાપૈસાબૅન્કબીજાધંધાદારીઓનેઆપેછે, એમનીપાસેથીવ્યાજલેછે, અનેપછીએઆવકમાંથીઆપણનેથોડુંકવ્યાજઆપેછે. એટલેએબધાવેપારધંધામાંઆપણાપૈસારોકાયછે. એબધાધંધાઆપણીસંસ્થાનાઉદ્દેશનેઅનુરૂપજહોય, એવુંનપણબને. કદાચઆપણાથીસાવવિરુદ્ધનાઉદ્દેશમાટેએવેપારધંધાચાલતાહોય, એવુંયેબને. આએકપ્રકારનોધનલોભજછે, જેઆપણીસંસ્થાનાઉદ્દેશથીવિપરીતકામમાંસીધીકેઆડકતરીરીતેઆપણનેસામેલકરેછે. તેથી, પરિગ્રહસંસ્થાનેનામેથતોહોયતોપણતેખોટોછે, અનેતેમાંથીબચવુંજોઈએ. [‘ભૂમિપુત્ર’ પખવાડિક]