સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સાને ગુરુજી/ગુરુભક્તિ
ભારતીયસંસ્કૃતિમાંગુરુભક્તિએએકઅત્યંતમધુરએવુંકાવ્યછે. ગુરુપોતાનુંસર્વજ્ઞાનશિષ્યનેઆપીદેછે. રામકૃષ્ણપરમહંસેએકદિવસવિવેકાનંદનેકહ્યું : “આજેહુંતનેમારુંસર્વસ્વઆપીદઉંછું. મારીસર્વસાધનાહુંતારામાંઠાલવીદઉંછું.” એક્ષણકેટલીદિવ્યહશે! પોતેમેળવેલુંસર્વકાંઈશિષ્યનેઅર્પણકરીદઈનેજગુરુઅમરબનેછે. ગુરુએઆપેલુંજ્ઞાનવધુનિર્દોષબનાવવું, એનુંનામગુરુપૂજા. ગુરુનાવિચારોમાંકાંઈભૂલશિષ્યનેજણાઈ, તોએતેછુપાવશેનહિ. ગુરુનીઆંધળીભક્તિસાચાગુરુનેગમતીનથી. નમ્રપણેપણનિર્ભયપણેજ્ઞાનનીઉપાસનાકર્યેજવી, એમાંજગુરુભક્તિછે. આપણનેપ્રિયઅનેપૂજ્યએવાકુટુંબનામોવડીમરણપામે, તોઆપણનેદુઃખથાયછે. પરંતુતેમૃતદેહનેઆલિંગનદઈનેઆપણેકાંઈબેસીરહેવાનાછીએ? તેપ્રિયપણમૃતમાનવીનાશબનેઅગ્નિદાહદેવોપડેછે. તેજપ્રમાણેપૂર્વજોનામૃતવિચારઅનેરીતરિવાજનેઆપણેનમ્રભાવેદાટીદઈએ, તેમાંજપૂર્વજોનીપૂજાછે. પૂર્વજોમાટેઆદરએટલેપૂર્વજોનાસદ્-અનુભવોમાટેઆદર, તેમનીજ્ઞાનનિષ્ઠામાટેઆદર. ગુરુનીપૂજાએટલેસત્યનીપૂજા, જ્ઞાનનીપૂજા, વિચારોનીપૂજા. જ્યાંસુધીમનુષ્યનેજ્ઞાનનીતરસછે, ત્યાંસુધીજગતમાંગુરુભક્તિરહેશે. (અનુ. નટવરલાલદવે)