કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૨૧. ફોરમ

From Ekatra Wiki
Revision as of 11:45, 8 November 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૧. ફોરમ|}} <poem> ફૂલ તો એની {{Space}}               ફોરમ ઢાળી રાજી. ::       વાયરો ક્યાં જઈ ગંધ વખાણે, ::       ફૂલ તો એનું કાંઈ ન જાણે, ભમરા પૂછે ભેદ તો લળી  {{Space}}               મૂગું...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૧. ફોરમ


ફૂલ તો એની
                        ફોરમ ઢાળી રાજી.
       વાયરો ક્યાં જઈ ગંધ વખાણે,
       ફૂલ તો એનું કાંઈ ન જાણે,
ભમરા પૂછે ભેદ તો લળી
                         મૂગું મરતું લાજી : ફૂલo
        એક ખૂણે આ આયખું નાનું,
       કેવું વીતી જાય મજાનું!
કોઈનું નહીં ફરિયાદી ને
                          કોઈનું નહીં કાજી : ફૂલo
        એનું નિજના રંગમાં રાતું.
        ખુશ્બૂભર્યું એકલું ખાતું,
મસળી નાખે કોઈ તો સામે
                          મહેક દે તાજી તાજી!
         ફૂલ તો એની
                          ફોરમ ઢાળી રાજી.

૧૫-૧૨-’૫૮ Template:Poem