કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૩૩. ભીતર ભગવો
Revision as of 06:46, 11 November 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૩. ભીતર ભગવો|}} <poem> ભીતર ભગવો લ્હેરે રે ::: મારા હરિવરની મ્હેરે. જીવતેજીવ વ્હાલે ચિતા જલાવી ::: ને હોમ્યાં અંગેઅંગ, જ્યાં જોઉં ત્યાં ઝળહળે હવે ::: : ગુપત ગેરુ રંગ...")
૩૩. ભીતર ભગવો
ભીતર ભગવો લ્હેરે રે
મારા હરિવરની મ્હેરે.
જીવતેજીવ વ્હાલે ચિતા જલાવી
ને હોમ્યાં અંગેઅંગ,
જ્યાં જોઉં ત્યાં ઝળહળે હવે
: ગુપત ગેરુ રંગ :
: દુનિયાને સબ ડેરે રે —
: મારા હરિવરની મ્હેરે.
કાળનો એક કબાડી ઊભો
હાટવાટે વિકરાળ,
કોઈ ધ્રૂજે, કોઈ ધ્રુસકે, હું તો
તાળી દઉં તત્કાળ :
ઈ તો ખોટુકલો ખંખેરે રે —
મારા હરિવરની મ્હેરે.
અમી વરસે મેહુલા, જ્યારે
ભીતર થાય ભસમ,
ભડકામાં મેં તો ભાળ્યું, વીરા!
: લીલું લીલુંછમ :
: હું હેરું, કોઈ હેરે રે —
: મારા હરિવરની મ્હેરે.
૨૭-૬-’૬૪ (સંગતિ, ૧૯૬૮, પૃ. ૩)