યાત્રા/એક જ્યોત
Revision as of 04:51, 23 November 2022 by MeghaBhavsar (talk | contribs)
એક જ્યોત
મેં એક જ્યોત ઝંખી,
મુજને રામ રામ ગઈ ડંખી.
એ નહીં સૂરજમાં, નહી સોમમાં,
નહીં ભોમમાં, નહીં વ્યોમમાં;
એ અજબ અગન રસબંકી. મેં એકo
એ રંગરંગની રાત સમી,
એ પુલક પુલક પરભાત સમી;
એ મધુર મુરત અકલંકી. મેં એકo
કંઈ નયનનમાં નયન ઊઘડે,
કંઈ શીશ પરે નવ શીશ જડે,
કોઈ પ્રીત પરમ પડછદી. મેં એકo
૨૨ સપ્ટેમ્બર, ૧૯૪૭