ગુજરાતી ગઝલસંપદા/જટિલરાય વ્યાસ – ‘જટિલ’
Revision as of 03:14, 30 December 2022 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| જટિલરાય વ્યાસ – ‘જટિલ’ |}} <poem> તમે ગાન છેડ્યાં, ન સમજ્યો બરાબર! ઘણી પ્રીત વરસ્યાં, ન પલળ્યો બરાબર!<br> તુફાનો જગાવ્યાં બની ચંદ્ર આપે, હતો છીછરો હું ન છલક્યો બરાબર!<br> ઘનશ્યામ! તેં ગર...")
જટિલરાય વ્યાસ – ‘જટિલ’
તમે ગાન છેડ્યાં, ન સમજ્યો બરાબર!
ઘણી પ્રીત વરસ્યાં, ન પલળ્યો બરાબર!
તુફાનો જગાવ્યાં બની ચંદ્ર આપે,
હતો છીછરો હું ન છલક્યો બરાબર!
ઘનશ્યામ! તેં ગર્જના ખૂબ કીધી,
બની મોરલો હું ન ગળક્યો બરાબર!
મિલાવ્યા કર્યા તાર ઉસ્તાદ તેં તો,
બસૂરો રહ્યો હું ન રણક્યો બરાબર!
અજાણ્યો અને અંધ જેવો ગણીને,
તમે હાથ આપ્યો ન પકડ્યો બરાબર!
છતાં આખરે તેં મિલન-રાત આપી,
ગઈ વ્યર્થ વીતી – ન મલક્યો બરાબર!