દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૨૫. ઢોંગધરી દુનિયામાં

From Ekatra Wiki
Revision as of 09:28, 8 April 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૫. ઢોંગધરી દુનિયામાં|મનહર છંદ}} <poem> ઢોંગ ધરી દુનિયામાં દેખાડવું ભલું ડોળ, એવી તો સંસાર વિષે સૌને સમજણ છે; પોતાની તપાસ્યા વિના ભાખવી બીજાની ભૂલ, એ વિદ્યાથી ભૂતળમાં ભાગ્યે જ અ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૨૫. ઢોંગધરી દુનિયામાં

મનહર છંદ


ઢોંગ ધરી દુનિયામાં દેખાડવું ભલું ડોળ,
એવી તો સંસાર વિષે સૌને સમજણ છે;
પોતાની તપાસ્યા વિના ભાખવી બીજાની ભૂલ,
એ વિદ્યાથી ભૂતળમાં ભાગ્યે જ અભણ છે;
ભલાં ભલાં ભાષણોથી ભાખી તો શકાય પણ,
કરી ન શકાય એ જ એક અડચણ છે;
કહે દલપતરામ કહેવું સરસ કામ,
કહેવું તેવું કરી દેખાડવું કઠણ છે.