દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૨૫. ઢોંગધરી દુનિયામાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૫. ઢોંગધરી દુનિયામાં

મનહર છંદ


ઢોંગ ધરી દુનિયામાં દેખાડવું ભલું ડોળ,
એવી તો સંસાર વિષે સૌને સમજણ છે;
પોતાની તપાસ્યા વિના ભાખવી બીજાની ભૂલ,
એ વિદ્યાથી ભૂતળમાં ભાગ્યે જ અભણ છે;
ભલાં ભલાં ભાષણોથી ભાખી તો શકાય પણ,
કરી ન શકાય એ જ એક અડચણ છે;
કહે દલપતરામ કહેવું સરસ કામ,
કહેવું તેવું કરી દેખાડવું કઠણ છે.