યાત્રા/ઉજ્જડ બગીચામાં

From Ekatra Wiki
Revision as of 05:29, 22 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઉજ્જડ બગીચામાં|}} <poem> તને હજીય બાગ હું કહીશ, આજ જે કે અહીં સપાટ સઘળું, બચ્યું નથી નિશાન એકેય તે લતા કુસુમકુંજનું, નિત વસન્તના બ્હારનું. ચમેલી અહીં ઝૂલતી, હસત ત્યાં હતો મોગરો, તહ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ઉજ્જડ બગીચામાં

તને હજીય બાગ હું કહીશ, આજ જે કે અહીં
સપાટ સઘળું, બચ્યું નથી નિશાન એકેય તે
લતા કુસુમકુંજનું, નિત વસન્તના બ્હારનું.

ચમેલી અહીં ઝૂલતી, હસત ત્યાં હતો મોગરો,
તહીં ઝુકત પારિજાત, અહીં રાતરાણ વળી,
અને મઘમઘંત કૃપ તણ પાસ કેવડો
વડો સરવમાં ઉદાર દિલ કેરી ખુબૂ વતી.

સમરું સ્મરુ હું કેટલું? ઉજડ ઠામ આ ભૂતની
સમૃદ્ધિ નવપલ્લવની ભરચક ભરી દે દિલે :
યદો લઘુ કિશોર હું ઉર ભરી કંઈ કૌતુકો
ફરંત તવ વીથિમાં સુકુંદ સંગ સંધ્યા કંઈય

અને મસળતા અમે હરિત પત્તીઓ મેંદીની,
હથેળી રસ-ભીનીને ધરત નાક અન્યોન્યને,
ઉઠંત પુલકી કશા મધુર તિક્ત એ ઘ્રાણથી.

અહો પુલક એ! અહીં રણ સમાન લુખ્ખા સ્થળે,
કેમે રણ સમા થતા હૃદયમાં મહોરી ઉઠે
વસંત મુજ હેલી એ ઉર કિશોર ઉદ્યાનની.
તને હજીય બાગ હું કહીશ, સ્થાન વેરાન એ!

૧૯૬૮