વસુધા/બંધાઈ ગયું
Revision as of 11:12, 14 September 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બંધાઈ ગયું|}} <poem> બેઠી બિસ્તર બાંધવા પ્રિય તણો લૈ ત્યાં પ્રવાસે જવા, બાંધ્યાં કોટ ખમીસ ધોતર ડબી અસ્ત્રો અને સાબુયે, ને ત્યાં ગાંઠ ઘણી કસી, પણ વળી મંડી જ સૌ છોડવા. આવ્યો પ્રીતમ પ...")
બંધાઈ ગયું
બેઠી બિસ્તર બાંધવા પ્રિય તણો લૈ ત્યાં પ્રવાસે જવા,
બાંધ્યાં કોટ ખમીસ ધોતર ડબી અસ્ત્રો અને સાબુયે,
ને ત્યાં ગાંઠ ઘણી કસી, પણ વળી મંડી જ સૌ છોડવા.
આવ્યો પ્રીતમ પૂછતો, ‘ક્યમ અરે, પાછું બધું છોડતી?’
બોલી: ‘ભૂલથી આ બધાંની ભળતું બંધાઈ હૈયું ગયું.’