વસુધા/દ્યુતિ પલકતાં

From Ekatra Wiki
Revision as of 11:58, 14 September 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દ્યુતિ પલકતાં|}} <poem> સજ્યા સૌ શોભાએ, તિમિરબુરખે કિંતુ ગરક્યા મહા કો આગારે દ્યુતિ પલકતાં સર્વ સુષમા ઝગી ઊઠે એનીઃ તલકતલકે ઝુમ્મર બધાં, અરીસાઓ હાસે, સુપ્રકટ પદાર્થો સહુ લસે. પ્ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
દ્યુતિ પલકતાં

સજ્યા સૌ શોભાએ, તિમિરબુરખે કિંતુ ગરક્યા
મહા કો આગારે દ્યુતિ પલકતાં સર્વ સુષમા
ઝગી ઊઠે એનીઃ તલકતલકે ઝુમ્મર બધાં,
અરીસાઓ હાસે, સુપ્રકટ પદાર્થો સહુ લસે.

પ્રિયે, એવું પ્રીતિ-દ્યુતિ તવ સ્ફુરંત જગતણા
ઝગી કોઠા ઊડ્યા અવનવલ આનંદરસણે
નવેલા સૌન્દર્યે સઘળું અહિંયાં મંડિત બન્યું.

ઉષાઓ સન્ધ્યાઓ મધુર બની, કલ્લોલ વિહગો–
તણ હાવાં મીઠા, લલિતતર લ્હેરો અનિલની
બની છે જ્યોત્સનાઓ ધવલતર આસ્વાદસભર, ૧૦
અહો જે જે સુન્દર અધિકતર તે સુન્દર બન્યું!

બને એ તો, કિંતુ અરસ જડ હું આજ લગીનો
દિસું છું પોતાને અધિક ગમવા જેવી મુરતી,
પ્રિયે! આવી તે ને કદી કરી હશે કેઈ સુકૃતિ.