ગાતાં ઝરણાં/ધબકાર જેવો...

From Ekatra Wiki
Revision as of 17:13, 13 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
Jump to navigation Jump to search


ધબકાર જેવો



દીવાનો બની જા સમજદાર જેવો,
મળે યશ જગતમાં તિરસ્કાર જેવો;
બને તો કરી લે ગુનો પ્યાર જેવો.

*
ગણી લક્ષ્યને પગની બેડી તજી દે,

ચમકતી જમાનાની કેડી તજી દે;
મળી જાય જો પંથ અણસાર જેવો.

*
કરી દે ઊભી કલ્પના, એવી સૃષ્ટિ;

પરોવી રહે કોઈ દૃષ્ટિમાં દૃષ્ટિ,
સમય હોય તલવારની ધાર જેવો.

*
ગયો ઈન્કિલાબ એક આ રાહ પરથી,

પડી પણ ગયો હું જગતની નજરથી;
મળી પણ ગયો હાથ આધાર જેવો.

*
સદા યાદ કરવો ૫ડ્યો છે ખુદાને,

ખુદાઈ ભલે વાત મારી ન માને,
મહોબ્બત ગુનો છે સદાચાર જેવો.

*
મુલાકાત જઈ તારલાઓને આપી.

કદી ચંદ્રની હૂંફમાં રાત કાપી,
ધરા પર નથી હું રહ્યો ભાર જેવો.

*
યુવાનીનું થઈ જાય સન્માન જેવું.

હૃદયમાં ઊઠે કૈંક તોફાન જેવું :
કિનારો મળી જાય મઝધાર જેવો.

જમાનાને એ વાતની ક્યાં ખબર છે?
‘ગની’, આજ જે શે’ર કાગળ ઉપર છે-
હૃદયમાં હતો કાલ ધબકાર જેવો.
                 
૭-૧૦-૧૯૫૨