સિગ્નેચર પોયમ્સ/નવ કરશો કોઈ શોક – નર્મદ

From Ekatra Wiki
Revision as of 16:55, 17 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
નવ કરશો કોઈ શોક

વીર કવિ નર્મદ


નવ કરશો કોઈ શોક, રસિકડાં, નવ કરશો કોઈ શોક. Template:Right– ટેક
યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી. રસિકડાં
પ્રેમી અંશને રુદન આવશે, શઠ હરખાશે મનથી. રસિકડાં
મર્મ ન સમજે બકે શંખ શઠ, વાંકું ભણે બહુ પણથી. રસિકડાં
એક પીડમાં બીજી ચીડથી, જળશે જીવ અગનથી. રસિકડાં
હતો દુખિયો થયો સુખિયો, સમજ્યો છૂટ્યો રણથી. રસિકડાં
મૂઓ હું તમો પણ વળી મરશો, મુક્ત થશો જગતમથી. રસિકડાં
હરિકૃપાથી મમ લેખચિત્રથી, જીવતો છઉં હું દમથી. રસિકડાં
વીર સત્ય ને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી. રસિકડાં
જુદાઈ દુઃખ તે નથી જ જવાનું, જાયે માત્ર મરણથી. રસિકડાં
મરણ પ્રેમીને ખચીત મોડું છે, દુઃખ વધે જ રુદનથી. રસિકડાં
જગતનીમ છે જનમ મરણનો, દૃઢ રહેજો હિંમતથી. રસિકડાં
મને વિસારી રામ સમરજો, સુખી થાશો એ લતથી. રસિકડાં