સિગ્નેચર પોયમ્સ/મંગલ મંદિર – નરસિંહરાવ દિવેટિયા
Revision as of 17:07, 17 April 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <poem> <center><big><big>'''પ્રાર્થના'''</big></big> '''નરસિંહરાવ દિવેટિયા''' {{Block center| મંગલ મન્દિર ખોલો, {{gap|6em}}દયામય! મંગલ મન્દિર ખોલો!{{gap|1em}} જીવનવન અતિ વેગે વટાવ્યું, {{gap|3em}}દ્વાર ઊભો શિશુ ભોળો; તિમિર ગયું ને જ્યો...")
નરસિંહરાવ દિવેટિયા
મંગલ મન્દિર ખોલો,
દયામય! મંગલ મન્દિર ખોલો!
જીવનવન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લ્યો, લ્યો,
દયામય! મંગલ મન્દિર ખોલો!
નામ મધુર તમ રટ્યો નિરન્તર,
શિશુ સહ પ્રેમ બોલો;
દિવ્યતૃષાતુર આવ્યો બાલક,
પ્રેમે અમીરસ ઢોળો,
દયામય! મંગલ મન્દિર ખોલો!
(સ્મરણસંહિતા)