અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નંદકુમાર પાઠક/મારે આંગણિયે મંજરીઓ મહોરી ના…
Revision as of 10:44, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> મારે આંગણિયે મંજરીઓ મહોરી ના મહોરી ના. {{space}}રૂપનો દરબાર ભરી બેઠો...")
મારે આંગણિયે મંજરીઓ મહોરી ના મહોરી ના.
રૂપનો દરબાર ભરી બેઠો વસન્તરાજ
નાચી રહી લહેરીઓ રીઝવતી રંગરાજ
એ તો જોતી'તી તોય જરી ડોલી ના ડોલી ના…મારે.
ફૂલ ફૂલની વાત સુણી ડોલે વસન્તરાજ
રમવાને રંગ ફાગ તેડે એ રંગરાજ
એણે હૈયાની વાત જરી ખોલી ના ખોલી ના…મારે.
રેલાયો રંગ ચઢ્યો ધરતીને અંગ રે
લહેરાતાં રૂપને ભીંજવતો જાય એ
હો એણે ઘૂંઘટની પાળ જરી તોડી ના તોડી ના…મારે.
(લહેરાતાં રૂપ, ૧૯૭૮, પૃ. ૬૫)