મંગલમ્/કોનાં રે રખવાળાં

From Ekatra Foundation
Revision as of 03:07, 27 January 2025 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કોનાં રે રખવાળાં}} {{Block center|<poem> કોનાં રે રખવાળાં માગું, કોનાં રે રખવાળાં રામ હો જી રે, હો જી રે રામ (૨) — કોનાં હે જી — અંધારા વન માંહી ગ્યા’તાં, ક્યાંનાં ક્યાં અટવાયાં જી ધીમો રે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કોનાં રે રખવાળાં

કોનાં રે રખવાળાં માગું, કોનાં રે રખવાળાં રામ
હો જી રે, હો જી રે રામ (૨) — કોનાં

હે જી — અંધારા વન માંહી ગ્યા’તાં, ક્યાંનાં ક્યાં અટવાયાં જી
ધીમો રે ધબકારો થાતાં મારગમાં લપટાયાં રામ. — હો જી રે,— કોનાં.

હે જી — માયા મૂડી બાંધી શાને આવી અહીંયાં ચડિયાં જી
છોડીને અંતે તો તારે જાવાનું છે રામને ધામ. — હો જી રે, — કોનાં.

હે જી — સાથેના સથવા૨ી ઉરમાં ઓચિંતા અટવાયાં જી
આંધળિયાં જીવડાંને દેવા કોનાં રે રખવાળાં. — હો જી રે. — કોનાં.