મંગલમ્/કોનાં રે રખવાળાં


કોનાં રે રખવાળાં

કોનાં રે રખવાળાં માગું, કોનાં રે રખવાળાં રામ
હો જી રે, હો જી રે રામ (૨) — કોનાં

હે જી — અંધારા વન માંહી ગ્યા’તાં, ક્યાંનાં ક્યાં અટવાયાં જી

ધીમો રે ધબકારો થાતાં મારગમાં લપટાયાં રામ. — હો જી રે,
— કોનાં.



હે જી — માયા મૂડી બાંધી શાને આવી અહીંયાં ચડિયાં જી

છોડીને અંતે તો તારે જાવાનું છે રામને ધામ. — હો જી રે, 
— કોનાં.



હે જી — સાથેના સથવા૨ી ઉરમાં ઓચિંતા અટવાયાં જી

આંધળિયાં જીવડાંને દેવા કોનાં રે રખવાળાં. — હો જી રે. 
— કોનાં.