મંગલમ્/ચકીબહેન

Revision as of 15:12, 30 January 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

{{Heading|ચકીબહેન}

ચકીબહેન ચકીબહેન મારી સાથે રમવા
આવશો કે નહીં? આવશો કે નહીં?…

બેસવાને પાટલો, સૂવાને ખાટલો,
ઓઢવાને પીંછાં આપીશ તને હું (૨) — ચકીબહેન૦

પહેરવાને સાડી મોરપીંછાં વાળી,
ઘમ્મરિયો ઘાઘરો આપીશ તને હું (૨)— ચકીબહેન૦

ચકચક ચણજો, ચીંચી…ચીંચી…કરજો,
ચણવાને દાણા આપીશ તને હું (૨) — ચકીબહેન૦

બા નહીં લડશે, બાપુ નહીં વઢશે,
નાનો બાબો તો ઊંઘી ગયો રે (૨) — ચકીબહેન૦