બાળ કાવ્ય સંપદા/માછલી

Revision as of 15:30, 12 February 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
માછલી

લેખક : ‘સ્નેહરશ્મિ’ ઝીણાભાઈ રતનજી દેસાઈ
(1903-1991)

હું તો જળની રમનાર રે,
જળની ભમનાર રે,
હું જળઘેલી માછલી !

મારે જળના આહાર રે,
જળના વિહા૨ રે,
હું જળઘેલી માછલી !

મને તેડે તરંગ રે,
ઝૂલવા ઉછંગ રે,
હું જળઘેલી માછલી !

જોઉં તરતાં હું વહાણ રે,
ઊડતાં વિમાન રે,
હું જળઘેલી માછલી !

તમે આવો મુજ ઘેર રે,
ત્યાં મોતીની મ્હેર રે,
હું જળઘેલી માછલી !

મને પૂરીને હોજ રે,
માણે જન મોજ રે,
હું જળઘેલી માછલી !

મને જળ શું બહુ નેહ રે,
ધારું ના દેહ રે,
હું જળઘેલી માછલી !

તમે રાખો એ રીત રે,
જળ-મીનની પ્રીત રે,
હું જળઘેલી માછલી !