બાળ કાવ્ય સંપદા/આકાશે ચમકે તારા

From Ekatra Foundation
Revision as of 14:17, 15 February 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
આકાશે ચમકે તારા

લેખક : ભાનુભાઈ પંડ્યા
(1923)

હાં, સૂરજ ડૂબે ને રાત પડે કે
ઊતરે અંધારાં
આકાશે ચમકે તારા.
આકાશે તારા ચમકે છે,
એ ઝીણું ઝીણું મલકે છે,
એ પલક પલકતા, મલકે મલકતા,
દેવના ગબારા,
આકાશે ચમકે તારા.
ચાંદામામા તો ભેાળા છે, ને-
તારલિયા તો લુચ્ચા છે,
લુચ્ચા એ અંધારે મુજને
મોકલે ઇશારા
આકાશે ચમકે તારા.