અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિનેશ કોઠારી/અઢળક ઢળિયો રે શામળિયો
Revision as of 07:58, 28 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> ચપટી તાંદુલ વેર્યા ત્યાં તો મબલખ મોલે લળિયો! {{space}}ખુલ્લાં ખાલીખમ...")
ચપટી તાંદુલ વેર્યા ત્યાં તો મબલખ મોલે લળિયો!
ખુલ્લાં ખાલીખમ ખેતર તે
આજ ઝૂમતાં ડૂંડે,
લુખ્ખી જે લયહીન હવા તે
ગુંજન કરતી હૂડે,
જર્જર શુષ્ક ધરાને ફરીથી જોબન-અવસર મળિયો!
ઊંચે આભ નીચે જલથલમાં
આ તે કશી નવાઈ,
જ્યાં જ્યાં નજર ફરે તે સઘળું
સાવ ગયું પલટાઈ,
ભેંકાર હતો જે ભૂત હુંય તે દેવલોકમાં ભળિયો!
(શિલ્પ, ૧૯૬૫, પૃ. ૧૦)