અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિપિન પરીખ/પાગલખાનું

From Ekatra Wiki
Revision as of 10:18, 28 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> અહીં હિટલર પોતાનીબંધ મુઠ્ઠીથી હજી પણ હચમચાવે છે વિશ્વની સત્તાઓ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

અહીં
હિટલર પોતાનીબંધ મુઠ્ઠીથી
હજી પણ હચમચાવે છે વિશ્વની સત્તાઓ.

કોઈ સીઝર પાછું ફરીને જુએ છે ત્યારે
ચિત્કારી ઊઠે છે: ‘બ્રુટ્સ, તું પણ?’
ને ચોધાર આંસુએ તૂટી પડે છે ફરી ફરી.

સોનાના શિખર ઉપરથી ગબડી પડેલો કુબેર
હજી પણ વ્હેંચ્યા કરે છે દાન છુટ્ટે હાથે.

કોઈ રોમિયો હવામાં શોધ્યા કરે છે રૂપેરી લટ,
ને પુકાર્યા કરે છે ‘જુલિયટ, જુલિયટ, તું ક્યા છે જુલિયટ?’

પિંગળાને અમરફળ આપી પસ્તાયેલો ભર્તૃહરિ
ધિક્કારે છે હજી પણ મદનને ખડખડાટ હસી હસી.

અહીં
અનંગનું બાણ ભાંગી ગયું છે.
અને તીર તૂટી ગયું છે.
અને સહુની આસપાસ
ફૂટપાથ પર બેઠેલા જ્યોતિષીની ચકલી
ચીં...ચીં...ચીં...ચીં...
કર્યા કરે છે...

‘આશંકા’