સોનાનાં વૃક્ષો/કૃતિ-પરિચય

Revision as of 18:52, 1 May 2025 by Shnehrashmi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| કૃતિ-પરિચય | સોનાનાં વૃક્ષો<br>મણિલાલ હ. પટેલ}} {{Poem2Open}} અનુ-આધુનિક ગુજરાતી સર્જકોમાં નિબંધકાર તરીકે પણ મણિલાલ હ. પટેલનું નામ અને કામ નોંધપાત્ર રહ્યું છે. પ્રકૃતિ અને વૃક્ષવનરાજ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કૃતિ-પરિચય

સોનાનાં વૃક્ષો
મણિલાલ હ. પટેલ

અનુ-આધુનિક ગુજરાતી સર્જકોમાં નિબંધકાર તરીકે પણ મણિલાલ હ. પટેલનું નામ અને કામ નોંધપાત્ર રહ્યું છે. પ્રકૃતિ અને વૃક્ષવનરાજીની સહજ લીલાઓનું આલેખન આ નિબંધકારના નિબંધોમાં અગ્રતા ભોગવે છે. એમના વિવિધ નિબંધસંચયોમાંથી, વૃક્ષો, ઋતુઓ તથા પરિવેશના સૌંદર્યલોકને વર્ણવતા, કેટલાક ઉત્તમ નિબંધોનું, સર્જકે પોતે ચયન કરીને, ‘સોનાનાં વૃક્ષો’ નિબંધસંચય, ‘મિડિયા’ પ્રકાશન - જૂનાગઢ દ્વારા પ્રકાશિત કરાવ્યો હતો. હાલ આ સંચય ઉપલબ્ધ નથી. અહીં આ સંચયને, એમાંના ચિત્રો સાથે, રજૂ કરવાનો ઉપક્રમ છે. ‘સોનાનાં વૃક્ષો’ નિબંધ ‘મહુડા’નાં વૃક્ષોનું આલેખન કરે છે. આ નિબંધ ધોરણ ૧૦માં એક દાયકો (૨૦૦૭થી ૨૦૧૭) ગુજરાતી પાઠ્યપુસ્તકમાં પસંદગી પામીને, અનેકોનો પ્રિય નિબંધ બન્યો હતો. આ સંચયના નિબંધો વૃક્ષોની માહિતી નહિ પણ તરુવરોનો સૌંદર્યલોક, સભ્યતા અને સંસ્કૃતિ વિશે સાંકેતિક અભિવ્યકિત માટે સુખ્યાત છે. – ડૉ. યોગેશ પટેલ
અધ્યાપક : સતલાસણ આર્ટ્સ કૉલેજ)