અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુધીર દેસાઈ/તડકો
Revision as of 06:16, 13 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તડકો|સુધીર દેસાઈ}} <poem> ::: તગ તગ તગતો તડકો... અહીં અડકો કે ત્યાં...")
તડકો
સુધીર દેસાઈ
તગ તગ તગતો તડકો...
અહીં અડકો કે ત્યાં અડકો, બસ જામે વટનો કટકો...
જરા ધરા પર પગ મૂકો ત્યાં
કાળઝાળ થઈ બટકે;
છાંય મહીં ત્યાં સહુ ચાલે ને
ના કોઈ એને અડકે.
એક તરાપે શિકારને બસ બાઝી પડતો ભડકો...
એ જ શિયાળે પીઠ શેકતો
હૂંફ આપતો નીકળે;
હિમની ચાદર એના પરશે
હળવે હળવે પીગળે.
સોનાવરણી કાય કરી દે સમય મહીં જઈ અડકો...
તગ તગ તગતો તડકો...