દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/દિવસો આવ્યા
Revision as of 03:42, 2 May 2025 by Meghdhanu (talk | contribs) (Meghdhanu moved page દિલીપ ઝવેરીની ચૂંટેલી કવિતા/દિવસો આવ્યા to User:Meghdhanu/Sandbox/દિલીપ ઝવેરીની ચૂંટેલી કવિતા/દિવસો આવ્યા without leaving a redirect)
દિવસો આવ્યા
આંબે બેઠો મોર
પ્રિયાની આંગળીઓની સાથે રમી રહેવાના દિવસો આવ્યા
કોયલ કેરો શોર
નેણમાં નેણ પરોવી ચૂપ હસી લેવાના દિવસો આવ્યા
ભર બપ્પોરે બોલી રહેતો કાગ
કો’કની વાટ જોઈ રહેવાના દિવસો આવ્યા
કેસૂડાની ડાળ ડાળપે આગ
જેમની પ્રિયા રહી પરદેશ એમના નિ:શ્વાસથી ઊના દિવસો આવ્યા
મારે
સો સો ગીત ગાઈ લેવાના દિવસો આવ્યા
૧૯૬૩