ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/ઋણ

Revision as of 15:27, 24 July 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ઋણ

ઋણ (પ્રવીણસિંહ ચાવડા; ‘વનદેવતા’, ૨૦૦૨) પિતા સાથે મૈત્રીસંબંધ ધરાવનાર સનાતન માતાના અવસાન પછી પિતાનું બીજું લગ્ન સ્વીકારી શકતો નથી. વર્ષો પછી પિતાની બીમારીના સમાચાર આવતાં મળવા જાય છે. ત્યાંની કંગાળ સ્થિતિ જોઈને પિતા, સાવકી મા અને તેના પોલિયોગ્રસ્ત સંતાનને ઘરે તો લાવે છે પણ પિતાના મરણ પછી સાવકી મા જાણ કર્યા વિના દીકરાને લઈને ચાલી જાય છે. સનાતન એમને પાછાં લાવવાનું નક્કી કરે છે. અહીં ‘ઋણ’ સંજ્ઞા એક સંકેત બને છે. આગવી નિરૂપણરીતિ અને ગદ્યની તાજગી વાર્તાને આસ્વાદ્ય બનાવે છે. પા.ચં.