ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/એ કતારમાં ઊભો છે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
એ કતારમાં ઊભો છે

બકુલ દવે

એ કતારમાં ઊભો છે (બકુલ દવે; ‘ગૂર્જર અદ્યતન નવલિકાસંચય’, સં. રઘુવીર ચૌધરી અને અન્ય, ૧૯૯૮) કથાનાયક જીવનની એકધારાપણાની કતારમાં ઊભો છે. તેમાં જન્મ, મૃત્યુ, પ્રેમ, લગ્ન બધું ઘરેડિયું છે, નવું કંઈ નથી. એ કતારમાં આખી જિન્દગી ઊભો રહેલો પ્રત્યેક પિતા એના પુત્રને પણ એ જ કતારમાં ઊભેલો જોઈને આંખ મીંચે છે. જીવનની નિઃસારતાનું થયેલું નિરૂપણ વાચકને ઘરેડિયાપણાના અનુભવનો સાક્ષાત્કાર કરાવે છે.
ર.