ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/માડી, હું કેશવો!
માડી, હું કેશવો!
ઝવેરચંદ મેઘાણી
માડી, હું કેશવો! (ઝવેરચંદ મેઘાણી; ‘વિલોપન અને બીજી વાતો’, ૧૯૪૬) પોતાના પુત્ર કેશવાને પંડિત કરવા ઇચ્છતી માતા નગરની બધી પાઠશાળાઓમાં ફરી વળવા છતાં કેશવાને શોધી શકતી નથી અને કેશવો બાવાઓ જોડે ભળી ગંજેરી થઈ ગયો છે એવા સમાચારથી દુઃખી આયખું વિતાવતી હોય છે ત્યારે એ જ કેશવો વારાણસીથી મહાપંડિત બની આવી નગરીના સર્વ પંડિતોનાં માન મુકાવી માને આવીને મળે છે - એ પ્રસંગનું અહીં રોચક અને રસપ્રદ આલેખન થયું છે.
ચં.