કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૩૩. હવે આવો
Revision as of 10:06, 14 July 2021 by KhyatiJoshi (talk | contribs)
૩૩. હવે આવો
ઉશનસ્
અરે જે જે ચ્હેરા ભવપથ જતાં સંમુખ મળ્યા
અમે ચાહી બેઠાં તરત, મીણની જેમ પીગળ્યાં,
કહી બેઠાંઃ ‘ઓ રે સ્વજન મુજ!’ સ્નેહાશ્રુ તલક્યાં,
ગહેકી ઊઠ્યા રે ગીતમયૂર — ને છંદ છલક્યા;
હજી તો આંખોમાં અઁસવન સુકાયાંય ન હતાં,
હજી તો પ્રાણોમાં પુલક પ્રીતનીયે શમી ન’તી
અને એ ચ્હેરાઓ સમયક્રમમાં ખીલી ફૂલ શા
— પ્રવાસી — આવીને મુજ નયન, રસ્તે પડી ગયા;
હવે ક્રંદે છંદો, ગમગીન ગીતોના લય રડે,
પડ્યા ખાલીપાની ભીતર શબદાકાશ ખખડે,
અરેરે કોને હું સ્વજન કહી બેઠી’તી પગલી?
ઊઠ્યા’તા તો કોને અરથ પછી આ છંદય છલી?
હવે આવો, આવો, સ્વજન મુજ સાચ્ચા! સ્ફુટ થઈ
—ને દરસ દ્યો
ઝૂરંતા છંદોને લય હકનું સિંહાસન લઈ
કૈં અરથ દ્યો.
૧૮-૭-૭૧
(સમસ્ત કવિતા, પૃ. ૪૧૧)