ભરત વિંઝુડાની ગઝલસંપદા/ભીનાં નીકળ્યાં

From Ekatra Foundation
Revision as of 05:16, 14 November 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૬૦
ભીનાં નીકળ્યાં


ચુંબનો ઝાકળ સરીખાં નીકળ્યાં,
બે ઘડી આ ગાલ ભીના નીકળ્યા.
પેટમાંથી એક ટીપું ના મળ્યું,
તોય ઘરમાં ખાલી શીશા નીકળ્યા.
જોઉં જેમાં ને અલગ દેખાઉં છું,
ગામમાં એવા અરીસા નીકળ્યા.
જેમને હું એ સમજતો’તો અહીં,
એ નહીં ને કોઈ બીજા નીકળ્યા.
જે નદીના પૂરમાં ડૂબ્યું નગર,
આખરે પાણીનાં ટીપાં નીકળ્યાં.

(ચિત્તની લીલાઓ)