ધીરેન્દ્ર મહેતાની કવિતા/યાત્રાનુભૂતિ

From Ekatra Foundation
Revision as of 15:32, 19 February 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૭.
યાત્રાનુભૂતિ

-અને આ આંખોમાં હલમલ થતી દૃશ્યરમણા!
પ્રવાસેથી
વળું પાછો-
વૃક્ષો ઊંચાં પ્હાડો સરિત વહતા...
અને મેદાનો કૈં હરિત પરથી દૃષ્ટિ લસરે
થઈ લીલીલીલી...
ન આવે પાછી એ
જઈને આળોટે ગગનરજમાં...
ઘડી ત્યાં ખોવાઈ
વળી જ્યાં પાછી એ-
બધેથી ઘેરાઈ
ધુમાડાના ભારે નિબિડ વનમાં:
પુલો લોખંડી આ વિષમ બંધ તોતિંગ ભવનો
અને પાટાખીલા ખખડ ખમતી-
ભમતી...
મળી બે આંખો તો
ભલેને બન્નેમાં પલક પલટે દૃશ્યરમણા!
૨૫-૫-’૮૩