ગુજરાતી નારીસંપદા : કવિતા/શરદની રાત

From Ekatra Foundation
Revision as of 02:50, 21 April 2026 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શરદની રાત|પુષ્પાબહેન વકીલ}} {{center|<big><big>'''⯐'''</big></big>}} {{Block center|<poem> રૂડી શરદ પૂનમની રાત આજ, મને રાસ રમ્યાંના કોડ રાજ, પ્રેમે પધારો મારે આંગણે. મેં તોરણ બંધાવ્યા ટોડલે આજ, મેં દીવડા મૂકાવ્ય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
શરદની રાત

પુષ્પાબહેન વકીલ

રૂડી શરદ પૂનમની રાત આજ,
મને રાસ રમ્યાંના કોડ રાજ,
પ્રેમે પધારો મારે આંગણે.
મેં તોરણ બંધાવ્યા ટોડલે આજ,
મેં દીવડા મૂકાવ્યા ગોખ રાજ,
પ્રેમે પધારો મારે આંગણે.
ગાજે તાલ પખાજ ને ઝાંઝરી રે,
વાયે વીણા મૃદંગ ને વાંસળી રે,
પ્રેમે પધારો મારે આંગણે.
ખીલી સોળકળાથી ચાંદની આજ,
તેણે મોહ્યું છે મારું મન રાજ,
પ્રેમે પધારો મારે આંગણે.
હેત હૈયે હુલાવી આપણે આજ,
પ્રેમે રંગભર રમશું રાસ રાજ,
પ્રેમે પધારો મારે આંગણે.

***