ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચંદનમહેલ

From Ekatra Wiki
Revision as of 14:05, 25 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ચંદનમહેલ(Ivory tower) : ફ્રેન્ચ સાહિત્યવિવેચક સેંત બવે ઓગણીસમી સદીમાં પહેલીવાર આ સંજ્ઞા પ્રયોજેલી. આ સંજ્ઞા દુન્યવી બાબતોથી દૂરતા, વ્યાવહારિક સમજણ પરત્વેનો તિરસ્કાર અને દૈનંદિન અસ્તિત્વ પરત્વેની ઉદાસીનતા સૂચવે છે. કવિઓને મોટાભાગે ચંદનમહેલના વાસીઓ તરીકે ઓળખાવવામાં આવે છે. જોકે શેલીએ એના વિવેચનમાં કવિઓને જગતના અસ્વીકૃત ઘડવૈયા તરીકે સ્વીકાર્યા છે. ચં.ટો.