ચલચિત્રીકરણ(Cinematization) : ટૂંકી વાર્તા, નવલકથા, નાટક કે અન્ય કોઈપણ સાહિત્યકૃતિનું ચલચિત્રમાં રૂપાન્તર કરવા માટે મૂળ કૃતિના વસ્તુ અને સ્વરૂપમાં ફેરફારો કરી ચલચિત્રના માધ્યમને અનુરૂપ પટકથા તૈયાર કરવાની પ્રક્રિયા. ચં.ટો.