ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પંક્તિ
Revision as of 05:53, 27 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પંક્તિ (Line)'''</span> : પદ્યની લયાત્મક સંરચનાના એકમ તરીકે...")
પંક્તિ (Line) : પદ્યની લયાત્મક સંરચનાના એકમ તરીકે પંક્તિને ઓળખી શકાય. એની લંબાઈ અને એના લયથી વાચન અને કાવ્યની ગતિ સમતુલિત થાય છે. છાંદસરચનામાં પંક્તિ વૃત્તમેળથી, અક્ષરમેળથી કે લયમેળથી નિયંત્રિત થતી હોય છે; જ્યારે અછાંદસરચનામાં અનુભવની વિશિષ્ટ અભિવ્યક્તિ પર આધારિત વાતચીત, વાક્યવિન્યાસ, ઉચ્ચાર, વાગ્મિતા, કલ્પન કે વિચારએકમો દ્વારા પંક્તિઓ બંધાતી હોય છે.
ચ.ટો.