ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્વભાવોક્તિ

From Ekatra Wiki
Revision as of 12:07, 29 November 2021 by Amee (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સ્વભાવોક્તિ(Diatyposis)'''</span> : સંસ્કૃત કાવ્યશાસ્ત્ર પ્રમ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સ્વભાવોક્તિ(Diatyposis) : સંસ્કૃત કાવ્યશાસ્ત્ર પ્રમાણે સૂક્ષ્મનિરીક્ષણ અને અભિવ્યક્તિપટુતાથી થયેલું, જાતિગત કે સ્વભાવગત વિશેષતાનું ચમત્કૃતિપૂર્ણ યથાવત્ કે સમ્યક્ વર્ણન સ્વભાવોક્તિ છે. ગ્રીક અને યુરોપીય પરંપરામાં પણ તાદૃશ અને પ્રત્યક્ષ વર્ણન માટે આ અલંકારની ઓળખ થયેલી છે. ‘કાન્ત’નાં ‘ચક્રવાકમિથુન’માં પંખીચેષ્ટાઓનું વર્ણન કે સુરેશ હ. જોષીની ટૂંકી વાર્તા ‘ચુમ્બન’માં ઊંદરની ચેષ્ટાઓનું વર્ણન સ્વભાવોક્તિનાં ઉદાહરણ છે. ચં.ટો.