ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વાગરીતિ
Revision as of 09:47, 3 December 2021 by KhyatiJoshi (talk | contribs)
વાગ્રીતિ, રૂઢિપ્રયોગ(Idiom) : તાર્કિક કે વ્યાકરણિક અર્થથી જુદા અર્થમાં શબ્દોનો કે શબ્દસમૂહનો ભાષામાં વિશિષ્ટ વિનિયોગ. કાવ્યમાં કેટલીક પંક્તિ ‘વાગ્રીતિ’ બને છે. જેમકે રાવજી પટેલની પંક્તિ ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’.
ચં.ટો.