ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિભાવના

From Ekatra Wiki
Revision as of 10:16, 3 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વિભાવના : આ વિરોધમૂલક અલંકાર છે. કારણનો અભાવ હોય ત્યારે પણ કોઈ કાર્ય (ફળ) પ્રગટ થતું દર્શાવાય ત્યારે વિભાવના અલંકાર બને છે. સામાન્ય રીતે કારણ હોય તો જ તેનું કાર્ય બને પણ અહીં પ્રસિદ્ધ કારણ ન હોવા છતાં પણ કોઈ વિશેષ કારણના પ્રભાવે કાર્યની ઉત્પત્તિ દર્શાવાય છે. જેમકે ‘પરિશ્રમ વિના પણ આ સુંદરીની કટિ પાતળી છે, શંકા વિના પણ નેત્રો ચંચળ છે અને આભૂષણ વિના કાયા સુંદર છે.’ જ.દ.