ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિયોગદશા
Jump to navigation
Jump to search
વિયોગદશા : સંસ્કૃત કાવ્યશાસ્ત્રે વિપ્રલંભ શૃંગારને અનુલક્ષીને વિયોગમાંથી જન્મતી દશ કામદશાનું વર્ણન આપ્યું છે, જે વિયોગદશાઓ છે. વિશ્વનાથે દશ દશાઓ વર્ણવી છે : પ્રિયમિલનની અભિલાષા; પ્રિયમિલનના સાધનની શોધની ચિંતા; વિરહાવસ્થામાં પ્રિય પાત્રનું સ્મરણ; પ્રિયપાત્રનું ગુણકથન; ક્યાંય ચિત્ત ચોંટે નહિ તેવો ઉદ્વેગ; વ્યાકુળ થતાં નિરર્થક પ્રલાપ; જડચેતન વિવેક ચૂકી જતાં ઊભો થતો ઉન્માદ; શરીરચેષ્ટા રહિત જડતા; શરીર કૃશ કરતો વ્યાધિ અને મૃત્યુતુલ્ય પીડા મરણ.
ચં.ટો.