કંકાવટી/જાઈ રૂડી
Revision as of 10:28, 22 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જાઈ રૂડી|}} {{Poem2Open}} વ્રત-વરતોલાં કરનારી નાનકડી જાઈ (દીકરી) મ...")
જાઈ રૂડી
વ્રત-વરતોલાં કરનારી નાનકડી જાઈ (દીકરી) માબાપને ખોળે કેમ ઊછરતી? કેવી વહાલી હતી? દાદીમા એને કેવી કવિતાના લાડ લડાવતાં? દાદીમા નાની જાઈને હાથમાં હુલાવતાં-ઝુલાવતાં આમ બોલતાં:
જાઈ રૂડી રે જાઈ રૂડી!
જાઈને હાથે ચાર ચૂડી.
જાઈ રમે તો સૌ ગમે
આંગણે રમે આઈ[૧]ને ગમે
ફળિયે રમે ફઈને ગમે
જાઈ મરે તો ભીડ પડે
એની માનાં કહ્યાં કોણ કરે?
- આઈ-મા